Dark Mode
Image
  • Friday, 17 May 2024

દક્ષિણ આફ્રિકા ટીમની જાહેરાત, એડન માર્કરામ બન્યા કેપ્ટન

દક્ષિણ આફ્રિકા ટીમની જાહેરાત, એડન માર્કરામ બન્યા કેપ્ટન

બુલેટિન ઈન્ડિયા : T20 વર્લ્ડ કપ 2024નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ મેગા ઈવેન્ટ 1 જૂનથી શરૂ થવા જઈ રહી છે, જેના માટે તમામ ટીમો પોતાની ટીમની જાહેરાત કરી રહી છે. હાલમાં જ દક્ષિણ આફ્રિકાએ તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. એઈડન માર્કરામને દક્ષિણ આફ્રિકાની કેપ્ટનશીપ મળી છે. એઇડન માર્કરામને પહેલીવાર ICC ઈવેન્ટ માટે આટલું મોટું મળ્યું છે. દક્ષિણ આફ્રિકાની ટીમમાં બે અનકેપ્ડ ખેલાડીઓને સ્થાન મળ્યું છે, વાસ્તવમાં, દક્ષિણ આફ્રિકાએ T20 વર્લ્ડ કપ 2024 માટે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. દક્ષિણ આફ્રિકાએ નાન્દ્રે બર્જર અને લુંગી એનગિડી જેવા બોલરોને પ્રવાસી અનામત તરીકે ટીમમાં સામેલ કર્યા છે.

 

 

દક્ષિણ આફ્રિકાની સફેદ બોલ ટીમના મુખ્ય કોચ રોબ વોલ્ટરે T20 વર્લ્ડ કપ 2024 માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. દક્ષિણ આફ્રિકાની ટીમમાં બે અનકેપ્ડ ખેલાડીઓને તક મળી છે, જેમાં બેટ્સમેન રેયાન રિકલ્ટન અને ઝડપી બોલર ઓટનીલ બાર્ટમેનનો સમાવેશ થાય છે.

 

એઇડન માર્કરામ (કેપ્ટન), ઓટ્ટનીલ બાર્ટમેન, ગેરાલ્ડ કોએત્ઝી, ક્વિન્ટન ડી કોક, બજોર્ન ફોર્ટ્યુન, રીઝા હેન્ડ્રીક્સ, માર્કો જેન્સન, હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ, ડેવિડ મિલર, એનરિચ નોર્ટજે, કાગીસો રબાડા, રેયાન રિકલ્ટન, ટ્રિબેઝ સ્ટબ્સી. 

 

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!